વડોદરા બુધવારના રોજ ભગવાન શ્રીકૃષ્ણના જન્માષ્ટમીને વધાવવા માટે શહેરીજનોમાં થનગનાટ - શહેરીજનોમાં થનગનાટ
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ આ વર્ષે સાતમ તથા આઠમ એટલે કે જન્માષ્ટમી વચ્ચે પડતર દિવસ આવી જતા બુધવારના રોજ જન્માષ્ટમી પર્વની ઉજવણી શહેરના ઇસ્કોન મંદિર સહિતના વિવિધ મંદિરોમાં તથા ઘરોમાં ભક્તો દ્વારા કરવામાં આવશે. ત્યારે મંગળવારના રોજ બજારમાં લોકો ભગવાન શ્રીકૃષ્ણના વસ્ત્રો, એટલે કે વાઘા, શણગાર તથા પ્રસાદી ખરીદ કરતા જોવા મળ્યા હતા. ત્યારે વેપારીઓ દ્વારા કોરોના મહામારીના સંક્રમણને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટેન્સિગ જળાવાય તે બાબતનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સાથે-સાથે સેનેટાઇઝર દ્વારા ગ્રાહકોને હાથ સેનેટાઇઝ કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ વર્ષે કોરોનાને કારણે 50 ટકાથી ઓછી ઘરાકી બજારમાં જોવા મળી રહી હોવાનું વેપારીઓ દ્વારા જણાવાયું હતું.