રાજકોટમાં જયેશ રાદડિયાએ ટેકાના ભાવે મગફળી ખરીદીને લઈને યોજી પત્રકાર પરિષદ - Purchase of peanuts at support prices
🎬 Watch Now: Feature Video

રાજકોટઃ શહેરમાં શનિવારે કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં આગામી દિવસોમાં રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી થવાની છે તે અંગેની વિસ્તૃત માહિતી રાદડિયા દ્વારા આપવામાં આવી હતી. આ સાથે જ હાલ ચાલી રહેલી રજિસ્ટ્રેશન પ્રક્રિયા અંગે તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 91,600 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવી દીધુ છે. ગયા વર્ષે 4.70 લાખ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ સાથે જ VCEની હડતાળ અંગે પણ પણ રાદડિયાએ મહત્વનું નિવેદન આપ્યું હતું.
Last Updated : Oct 4, 2020, 6:10 AM IST