જામનગર PGVCLની ટીમનું વીજ ચેકીંગ, અધધધ...19.10 લાખનો દંડ ફટકારાયો - પોલીસ બંદોબસ્ત
🎬 Watch Now: Feature Video
જામનગરઃ શહેરમાં પટેલ કોલોની, દરબારગઢ, યાદવનગર, વુલનમીલ રોડ પરના PGVCLની 37 લોકોની ટૂકડી દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે વીજ ચેકીંગ હાથ આવ્યું હતું. આ 37 ટૂકડીમાં 22 લોકલ પોલીસ અને 12 એક્સ આર્મીમૅન જોડાયા હતા. આ ચેકિંગ દરમિયાન 7 રસ્તા સબ ડિવિઝનના વીજ જોડાણોમાંથી 96 જોડાણોમાં ગેરરીતિ ઝડપાતા રૂપિયા 12.05 લાખનો દંડ ફટકાર્યો હતો. જ્યારે PGVCLની ટીમે 697 મીટર ચેક કર્યા હતા, જેમાંથી 106 મીટરમાં ગેરરીતિ ઝડપાઈ હતી. આ અંતર્ગત રૂપિયા 19.10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.