જૂનાગઢ: શિયાળાના સમયમાં પર્યટકો માટે દેશ વિદેશની જગ્યાઓ પર ફરવા જવાનો એક વિશેષ ટ્રેન્ડ જોવા મળતો હોય છે. જેમાં સૌથી વધારે પર્યટકો દરિયાઈ અને પર્વતીય વિસ્તારોમાં શિયાળા દરમિયાન પર્યટન માટે જતા હોય છે. આ સમયે કોઈ પણ પર્યટક પોતાની ચામડી અને ખાસ કરીને મોઢું અને હાથ પગની સવિશેષ કાળજી રાખવી, પણ પર્યટન જેટલી જ અગત્યની છે. દરિયાઈ અને પર્વતીય વિસ્તારોમાં ફરવા જતા પૂર્વે સ્કિન કેરને લઈને કાળજી દાખવવામાં આવે તો ચામડીને થનારા સંભવિત નુકસાનથી બચી શકાય છે. જૂનાગઢના તબીબ ડો પૂજા ટાંકે પર્યટન સ્થળોમાં જતા પૂર્વે ચામડીની કેવી રીતે તકેદારી રાખવી જોઈએ. તેને લઈને કેટલાક સૂચનો કર્યા છે.
સ્કિનની વિશેષ કેર સાથે પર્યટનની મજા: શિયાળાના સમય દરમિયાન મોટા ભાગના લોકો દેશ-વિદેશના પર્યટન સ્થળો પર જતા હોય છે. સૌથી પહેલી પસંદ દરિયાઈ અને પર્વતીય વિસ્તારોમાં આવેલા પર્યટન સ્થળો બનતા હોય છે. આ વિસ્તારમાં પર્યટનની મજા અનેક ગણી વધી જાય છે. પરંતુ સાથે શિયાળા દરમિયાન જો પર્યટન સ્થળોએ જતા પૂર્વે શરીરની ખુલ્લી ચામડીની કોઈ વિશેષ કાળજી ન લેવામાં આવે, તો પર્યટનની મજા સ્કિન માટે સજા બની શકે છે. જેમાં મોઢું અને હાથ-પગની ચામડી ખરાબ થવાની સંભાવનાઓ રહેલી છે.
જેન્ટલ ક્લીન્ઝર મોઇશ્ચરાઇઝર સ્કિન માટે મહત્વના: કોઈ પણ પર્યટન સ્થળો પર શિયાળા અને ઉનાળા દરમિયાન ફરવા જતા પર્યટકો માટે સીધા સૂર્યના તાપથી બચવા માટે જેન્ટલ ક્લીન્ઝર મોઇશ્ચરાઇઝર અને સન સ્ક્રીન લોશન ખૂબ જ મહત્વના બની રહેતા હોય છે. શિયાળા અને ઉનાળા દરમિયાન તડકાની સીધી અસર શરીરના ખુલ્લા રહેતા ભાગો જેવા કે, ચહેરા અને હાથ પગ પર થતી હોય છે. જેને કારણે સૂર્યના તડકાને કારણે શરીરની ચામડી ટેન થઈ જતી હોય છે. જેની સામે આ લોશન રક્ષણ આપે છે. વધુમાં કોઈ પણ દરિયાઈ કે પર્યટન સ્થળે જતા પૂર્વે સમગ્ર શરીર પર મોસ્ચ્યુરાઇઝર લગાવ્યા, બાદ ખુલ્લા રહેતા ભાગો પર સન સ્ક્રીન લોશન લગાડીને તડકાની સીધી અસરથી ચહેરા અને હાથ પગને બચાવી શકવામાં ખુબ મદદ મળે છે. જે જગ્યા પર ખૂબ જ તડકો હોય, આવા જગ્યા પર SFP 15 કરતા પણ વધારે કેટેગરીનું સનસ્ક્રીન લોશન લગાડવું જોઈએ. તેવી સલાહ તબીબ પૂજા ટાંક આપી રહ્યા છે.
![શિયાળામાં ફરવા જતા લોકો સ્કિનનું ધ્યાન રાખો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-01-2025/gj-jnd-02-skincare-vis-01-byte-01-pkg-7200745_11012025092925_1101f_1736567965_1017.jpg)
![શિયાળામાં ફરવા જતા લોકો સ્કિનનું ધ્યાન રાખો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-01-2025/gj-jnd-02-skincare-vis-01-byte-01-pkg-7200745_11012025092925_1101f_1736567965_110.jpg)
ખોરાક અને પાણી પણ મહત્વના: કોઈ પણ દરિયાઈ અને પર્વતીય પર્યટન સ્થળો પર જેટલા દિવસ રોકાવાનું થતું હોય. આ દિવસો દરમિયાન ખોરાક અને પાણી પણ ખૂબ જ મહત્વના આ બની રહે છે. પર્યટનના દિવસો દરમિયાન પ્રત્યેક વ્યક્તિએ પાણીનું નિયમિત પ્રમાણમાં સેવન કરવું જોઈએ. તો વધુમાં આવા દિવસો દરમિયાન જંક ફૂડ ખાવાથી પણ દૂર રહેવું જોઈએ. તેમજ પર્યટન સ્થળો પર શક્ય હોય. ત્યાં સુધી ખોરાક તરીકે ફ્રૂટ કે, જેમાં વિટામીન સી અને પાણીનો ભાગ સૌથી વધારે હોય તેવા ફળોને આરોગી શકાય. જેનાથી દરિયાઈ કે પર્વતીય પર્યટન સ્થળો પર કોઈ પણ વ્યક્તિ પોતાની ચામડીને થનાર સંભવિત નુકસાનને ઘટાડી શકે છે.
![શિયાળામાં ફરવા જતા લોકો સ્કિનનું ધ્યાન રાખો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-01-2025/gj-jnd-02-skincare-vis-01-byte-01-pkg-7200745_11012025092925_1101f_1736567965_688.jpg)
આ પણ વાંચો: