ભાવનગર: શહેરમાં માતાજીના અવસાન બાદ જિલ્લાના પ્રથમ નાગરીક દેવરાજ નગરમાં ઉત્તરક્રીયા માટે હાજર હતા. તેઓ રાત્રીના સમયે ભોજન કરીને બહાર બેઠા હતા ત્યારે એક કાર પુરપાટ ઝડપે આવી મેયરના ભાઈ, કાર અને અન્ય વાહનોને હડફેટે લઈ દીવાલ સાથે અથડાઈ હતી. જોકે ઘટનાને લઈને હજુ ફરીયાદ નોંધાઈ નથી.
ભાવનગર મહાનગરપાલિકાના મેયરના માતાના અવસાનના 12 દિવસને પગલે તેમના ઘરે દેવરાજ નગરમાં ઉત્તરક્રિયા હતી. રાત્રી દરમિયાન મેયર પરિવાર સહિત બહાર બેઠા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવેલી કારે અનેક વાહનોને હડફેટે લીધા હતા. જેમાં મેયરની કારને નુકસાન થયું સાથે સાથે તેમના ભાઈને પણ હડફેટે લેતા ઈજાને પગલે તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે બનાવ અંગે ફરિયાદ નોંધાઈ નથી પરંતુ પોલીસે આગળની કાર્યવાહી કરવા પ્રયત્ન કરી રહી છે.
કાર ચાલક બેફામ થતા મેયરની ગાડી અને ભાઈ ભોગ બન્યા: મળતી માહિતી અનુસાર જાણવા મળે છે કે, એક કાર ચાલક બેફામ રીતે કાર ચલાવીને મેયરના ઘર તરફ આવી પહોંચ્યો હતો. આ કારે ઘરની આગળના અનેક વાહનોને અડફેટે લીધા ત્યારબાદ મેયર ભરતભાઈ બારોટના ભાઈને પણ અડફેટે લીધો હતો. પરિણામે તેમના ભાઈને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આથી મેયર સહિત સમગ્ર પરિવાર હોસ્પિટલ દોડી ગયું હતું.
બનાવને લઈ મેયરે આપી પ્રતિક્રિયા: મેયર ભરતભાઈ બારડે જણાવ્યું હતું કે, "મારી બા ગુજરી ગયા એને આજે બાર દિવસ થયા છે. આજે ઉત્તરક્રિયા હતી અને વાળુ કરીને અમે બધા બહાર ઉભા હતા. એમાં એક ગાડીવાળા ફુલ સ્પીડથી અમારા ઘર તરફ આવી જેણે ઘરના આગળ મૂકેલા સ્કૂટર, મારી કારને ઉડાવી હતી. આમ કુલ ત્રણ સ્કૂટરને અડફેટે લઈ આ કાર એ મારા ભાઈને પણ અડફેટે લીધો હતો જેના કારણે તે થોડી વાર માટે બેભાન પણ થઈ ગયો હતો. ઉપરાંત એનો એક પગમાં ગંભીર ઇજા થઈ છે જ્યારે દાઢી પર ત્રણ ટાંકા આવ્યા છે."
ફરીયાદ કરીને કોઈને નુકશાન નથી કરવું: મેયર ભરતભાઈ બારડે જણાવ્યું હતું કે, "મારે કોઈ એવી ફરિયાદ નથી કરવી જેના કારણે કોઈ ચલાવનારને નુકસાન થાય. કોઈ સાદા માણસ વિશે ફરિયાદ કરીને સારા માણસોને હેરાન ન કરવી એવી મારી પોલીસ ખાતાને અપીલ છે."
અકસ્માત સર્જાનાર ચાલક સારવાર હેઠળ: ભાવનગર DySP આર. આર. સિંઘાલે જણાવ્યું કે, મેયરની કારનો અકસ્માત થતા ભરતનગર પોલીસ સ્ટેશનમાં કાર ચલાવનાર ડ્રાઈવર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જોકે ડ્રાઇવરને પણ ઈજા થઈ હોવાથી તે સારવારમાં છે. આ ફરિયાદ મેયર ભરતભાઈ બારડ દ્વારા દાખલ કરાઈ છે અને પોલીસ દ્વારા કારનો કબજો લઈ લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: