અમદાવાદ: છેલ્લા 45 વર્ષથી અમદાવાદ ખાતે યોજાતા સપ્તક સંગીત મહોત્સવ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. વર્ષ 2025માં યોજાયેલા 45મા સપ્તક સંગીત મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત આર્કિટેક્ટ માર્ક ડીલે સપ્તકના શ્રોતા તરીકે આવ્યા હતા. કોણ છે આ વિદેશી તજજ્ઞ અને તેમણે શું કહયું ભારતીય શાસ્ત્રીય સંગીત અંગે જાણીએ...
સપ્તકના આંગણે વિદેશી સંગીત રસિક:
અમદાવાદમાં આયોજિત સપ્તક સંગીત મહોત્સવમાં બે વિદેશી શ્રોતા નજરે પડ્યા હતા. ભારતીય શાસ્ત્રીય સંગીતની મજા માણતા તેઓ સંગીત સહ ડોલતા, દાદ આપતા અને પૂરી રીતે ભારતીય શાસ્ત્રીય સંગીત અને વાદનને માણી રહ્યા હતા. આ બે વિદેશી શ્રોતા પૈકી એક છે ફ્રેન્ચ આર્કીટેક્ટ માર્ક ડીલે. માર્ક ડીલેએ ભારતીય પ્રાચીન શાસ્ત્રીય સંગીતને વિશ્વમાં બેજોડ અને અલૌકિક ગણાવ્યું છે. માર્ક ડીલેના મત પ્રમાણે ભારતની સંસ્કૃતિના પાયામાં તેની વિશિષ્ઠ પરંપરાગત કળા છે. શાસ્ત્રીય સંગીત અને ભારતીય અન્ય પ્રાદેશિક સંગીત એ ભારતને વૈશ્વિક ઓળખ અપાવે છે. ભારતીય સંગીત સહિતની કળાના કલાકારો વૈશ્વિક મહત્વતા ધરાવે છે.
ભારતીય સંગીત વૈશ્વિક મહત્વ ધરાવે છે: માર્ક ડીલેના મત અનુસાર ભારતીય પ્રાચીન શાસ્ત્રીય સંગીતને વિશ્વમાં બેજોડ અને અલૌકિક છે. ભારતની સંસ્કૃતિના પાયામાં તેની વિશિષ્ઠ પરંપરાગત કળા છે. શાસ્ત્રીય સંગીત અને ભારતીય અન્ય પ્રાદેશિક સંગીત એ ભારતને વૈશ્વિક ઓળખ અપાવે છે. ભારતીય સંગીત સહિતની કળાના કલાકારો વૈશ્વિક મહત્વતા ધરાવે છે.
'સપ્તકને ભારતીય સંગીતનો મહોત્સવ છે' -- માર્ક ડીલે (ફ્રેન્ચ આર્કિટેક્ટ)
કેમ મહત્વનું બન્યું વર્ષ - 2025નું સપ્તક માર્ક ડીલે માટે: દેશમાં સૌથી લાંબા ચાલતા ભારતીય શાસ્ત્રીય સંગીત મહોત્સવ સપ્તકમાં વિદેશીની હાજરી આમ તો સામાન્ય હોય છે. આ વર્ષે સપ્તક સંગીત સંગીત મહોત્સવને 46 વર્ષ પૂર્ણ થયા છે. સપ્તકના સહ-સ્થાપક વિદૂષી મંજુ મહેતા અને તબલા વાદક ઉસ્તાદ ઝાકીર હુસૈનના નિધન બાદનું આ પહેલું સપ્તક છે. વર્ષ-2025ના સપ્તકમાં વિશ્વના જાણીતા આર્કિટેક્ટ અને ચિત્રકાર માર્ક ડીલે એક શ્રોતા તરીકે આવ્યા હતા. જાપાનના ક્યોટો ખાતે રહી વિશ્વના શહેરના વિશિષ્ટ પેઇન્ટિંગ્સ અને તેમના આર્કીટેકચર સ્કીલ થકી મૂળે ફ્રેન્ચ માર્ક ડીલે વિશ્વમાં જાણીતા છે. માર્ક ડીલેએ ETV BHARAT સાથે તેમના ભારતીય શાસ્ત્રીય સંગીતની વિશેષતા સાથે વિશ્વ સંગીત, સપ્તકમાં કલાકારો અને કળા અંગે સંવાદ કર્યો હતો.
આ પણ વાંચો: