જામનગરમાં મેયરની ચેમ્બર આગળ કોર્પોરેટરના ધરણા, પક્ષપાતી વલણનો લગાવ્યો આક્ષેપ - congress corporate protest
🎬 Watch Now: Feature Video
જામનગરઃ નગરસીમ વિસ્તારના રહીશોને પ્રાથમિક સુવિધાઓ નહીં મળતાં અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હોવા છતાં કોઇ ઉકેલ નહીં આવતા સોમવારે વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અસલમ ખીલજી સહિત ચાર લોકોએ મેયરની ઓફિસ સામે એક દિવસના ઉપવાસ શરૂ કર્યા છે. નગર સીમ વિસ્તારમાં વોટર, ગટર અને એલઇડી લાઈટ મામલે અનેક વખત રજૂઆત કરી હતી. છતાં કોઈ નિર્ણય લેવામાં ન આવતા સોમવારના રોજ ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકાના પક્ષપાતી વલણ મામલે કોંગ્રેસ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે.