અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે આઝાદી પર્વની ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા - independence day celebration
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8433153-704-8433153-1597496910939.jpg)
અમદાવાદ: શહેરના ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે આઝાદી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ ધ્વજવંદન કર્યા બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. અમિત ચાવડાએ કાર્યકર્તાઓને કોંગ્રેસની વિચારધારા આગળ ધપાવવા જણાવ્યું હતું અને ગાંધીજીના સ્વપ્નનું ભારત બનાવવામાં સહયોગ આપવા જણાવ્યું હતું. સાથે જ અમિત ચાવડાએ ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા હતા. જોકે મહત્વની બાબત એ છે કે, હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. જેમાં સોશિયલ ડિસ્ટ્સન્ટ ખુબ જ મહત્વનું છે. પરંતુ ધ્વજવંદન બાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.