રાજકોટમાં AAPએ પાકિસ્તાનના PMનું પૂતળું સળગાવી વિરોધ નોંધાવ્યો - પાકિસ્તાનનો નવા નકશો
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ તાજેતરમાં જ પાકિસ્તાન દ્વારા એક નકશો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જૂનાગઢ અને માણાવદરને પાકિસ્તાનનો ભાગ દર્શાવવામાં આવ્યો છે. આ ઘટનાને લઈને પાકિસ્તાન વિરુદ્ધ રાજ્યમાં ઠેર-ઠેર જગ્યાએ લોકો રોષ ઠાલવી રહ્યા છે. જેને લઈને રાજકોટમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુરુવારે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરામ ખાનના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ સાથે જ AAPના કાર્યકર્તાઓએ પાકિસ્તાન હાય-હાયના નારા પણ લગાવ્યા હતા.