રાજકોટમાં મનપાએ કોરોનાના દર્દીના નામ જાહેર કરવાનું બંધ કર્યુ, કોંગ્રેસે પાઠવ્યું આવેદનપત્ર - Congress Application
🎬 Watch Now: Feature Video
રાજકોટ: મહાનગરપાલિકા દ્વારા બે દિવસથી કોરોનાં દર્દીઓના નામ અને એડ્રેસ જાહેર કરવાનું બંધ કરવામાં આવ્યું છે. ત્યારે આ મામલે રાજકારણ ગરમાયુ છે. જેને લઈને રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આજે મનપા કમિશ્નર ઉદ્દીત અગ્રવાલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમજ આ મામલે મનપા વિપક્ષી નેતા વશરામ સાગઠિયા દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે , કોર્પોરેશન ત્રણ દિવસમાં કોવિડ દર્દીના નામ જાહેર નહિ કરે તો કોંગ્રેસ દ્વારા કમિશ્નર ચેમ્બરમાં ધરણાં કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજે યોજાયેલા કાર્યક્રમમાં વશરામ સાગઠિયા, પ્રદેશ મહિલા પ્રમુખ ગાયત્રી બા વાઘેલા સહિતના કોંગી કોર્પોરેટર હાજર રહ્યા હતા.