રાજકોટ: આટકોટ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ - rain news
🎬 Watch Now: Feature Video
રાજકોટ: ગુરૂવાર સવારે ભૂકંપ આવ્યા બાદ રાત્રે રાજકોટ શહેરમાં ગાજ વીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આખો દિવસ ઉકળાટ રહ્યા બાદ સાંજે વીજળીના કડાકા-ભડાકા સાથે આટકોટ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ અડધા ઇંચ જેટલો વરસાદ થયો હતો. જે કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ધોધમાર વરસાદને કારણે આટકોટના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.