જામજોધપુર માર્કેટ યાર્ડમાં મગફળી અને કપાસની બહોળી આવક શરૂ - Extensive income of cotton
🎬 Watch Now: Feature Video
જામનગરઃ જિલ્લાના જામજોધપુર તાલુકામાં મગફળી અને કપાસની બહોળી આવક શરૂ થઈ છે. રાજ્યમાં સારા વરસાદ થવાના કારણે મગફળી તેમજ કપાસનું મબલખ ઉત્પાદન થયું છે. સૌરાષ્ટ્રનું બીજા નંબરનું માર્કેટિંગ યાર્ડ ગણાતું જામજોધપુર યાર્ડમાં દૂરથી ખેડૂતો કપાસ મગફળી વેચાણ કરવા આવી રહ્યા છે. જામજોધપુર માર્કેટયાર્ડમાં રોજની પચાસ હજાર મગફળીની ગુણીની આવક થાય છે. જ્યારે રોજની 15,000 કપાસની ગાડીની આવક થાય છે. જામનગર જિલ્લાનું જામજોધપુર માર્કેટિંગ યાર્ડ હાલ સૌરાષ્ટ્રનું એપી સેન્ટર બન્યું છે. અહીં ખેડૂતોને પોતાના માલનો પૂરો ભાવ મળતો હોવાથી દૂરથી ખેડૂતોની મગફળી તેમજ કપાસ લઈને આવે છે. સૌરાષ્ટ્રમાં ગોંડલ બાદ જામજોધપુર માર્કેટયાર્ડનો બીજો નંબર આવ્યો છે.