સંજય ગોરડિયાનો Exclusive ઈન્ટરવ્યુ PART 2 - Gujarati Film Actor

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 19, 2019, 8:57 PM IST

Updated : Nov 20, 2019, 10:00 AM IST

અમદાવાદ: ગુજરાતી ભાષાને બચાવવી હશે તો તેની ઉપયોગીતા વધારવી પડશે. ઘરમાં જ ગુજરાતી નહી બોલાતી હોય તો નવી પેઢીને ગુજરાતી નહી આવડે. તેમજ આજના યુવાનોએ વાંચન વધારવું જોઈએ, એમ ગુજરાતી નાટકના અભિનેતા અને હાસ્ય સમ્રાટ સંજય ગોરડિયાએ ETV Bharatના બ્યૂરો ચીફ ભરત પંચાલને આપેલી એક્ઝક્લૂસિવ મુલાકાતમાં જણાવ્યું હતું. અનેક સાંપ્રત વિષયો પર નાટક આપનાર પ્રોડ્યુસર અને ગુજરાતી નાટકના અભિનેતા સંજય ગોરડિયા મૂળ ગુજરાતના કાઠીયવાડના ઉના પાસે આવેલ દેલવાડાના વતની છે. તેઓ 40 વર્ષથી ગુજરાતી નાટક સાથે સંકળાયેલા છે, તેમણે અત્યાર સુધીમાં અનેક સુપર ડુપર નાટકો આપ્યા છે. બા રીટાયર્ડ થાય છે. તેમના છેલછબીલો ગુજરાતી, છગનમગન તારા છાપરે લગન, પરણેલા છો તો હિંમત રાખો, બાને ઘેર બાબો આયો વિગેરે નાટકોએ ધૂમ મચાવી હતી. હમણા તેઓ બૈરાનો બાહુબલી લઈને આવ્યા છે, તેને પ્રેક્ષકો તરફથી જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે.
Last Updated : Nov 20, 2019, 10:00 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.