જામનગરમાં ગેલેક્સી સિનેમા પાસે મનપાએ હાથ ધર્યું મેગા ડિમોલેશન, 16 દુકાનોને તોડી પડાઈ - Demolition work was carried out near Galaxy Cinema

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 17, 2020, 5:05 PM IST

જામનગરઃ મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. શનિવારે સવારે મનપાની એસ્ટેટ અને ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારીઓએ ગેલેક્સી સિનેમા પાસે ડિમોલેશનની કામગીરી શરૂ કરી હતી. ગેલેક્સી સિનેમા પાસે અબ્બાસ મકાટી નામના ઇસમે ગોડાઉનની જગ્યાએ 16 ગેરકાયદે દુકાનો ખડકી દીધી હતી. મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર ખડકાયેલી દુકાનોને અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી, છતાં પણ તેનું બાંધકામ તોડવામાં ન આવતા આખરે શનિવારે વહેલી સવારે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા છે, ત્યારે મનપાની એસ્ટેટ શાખા અને ટાઉન પ્લાનીંગ શાખા આખરે હરકતમાં આવી છે અને વિવિધ જગ્યાએ ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવશે તેવું અધિકારીઓ જણાવી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.