લોકડાઉન 3.0: અમદાવાદ શહેર કોરોનાની ઝપેટમાં, સંક્રમિતોની સંખ્યા 5 હજારને પાર - covid 19
🎬 Watch Now: Feature Video
અમદવાદઃ કોરોના વાઇરસે અમદાવાદને બાનમાં લીધું છે. અત્યાર સુધીમાં ફક્ત અમદાવાદમાં જ 5000થી પણ વધુ થયા છે અને આ આંકડો કાબૂમાં આવવાને બદલે સતત વધી રહ્યો છે. ત્યારે આ સ્થિતિને કાબૂમાં લેવા માટે સરકાર રોજ નવા નિર્ણયો લઈ રહી છે તેમ છતાં ગુજરાતમાં 7797 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 394 કેસ નોંધાયા છે. જ્યારે 23 દર્દીઓના મૃત્યુ સાથે મૃત્યુની સંખ્યા 472 પર પહોંચી છે. બાપુનગરમાં આવેલી કોઠિયા હોસ્પિટલને મ્યુનિ.એ કોવિડ કેર સેન્ટર તરીકે શરૂ કરી છે અને સાપ સહિતની જવાબદારી એસ એસ સી એલ હોસ્પિટલને સોંપવામાં આવી છે. 180 બેડની ક્ષમતા ધરાવતી હોસ્પિટલમાં કોરોના લક્ષણો નહીં ધરાવતા અને હળવા લક્ષણો ધરાવતાં દર્દીઓને રાખવામાં આવશે તો બીજી તરફ રાજ્ય સરકારે કોરોના ના દર્દીઓ માટે ચાર્જ ની નવી પોલિસી અમલમાં મૂકી છે જે અનુસાર દાખલ થયાના દસ દિવસમાં કોઈ પણ દર્દીને લક્ષણ ન હોય તો કોઈ પણ પ્રકારના ટેસ્ટ કર્યા વિના તેમને દીક્ષા આપવામાં આવી શકશે આ પોલિસી અમલમાં મુકી અને પ્રથમ દિવસે જ સમરસ હોસ્ટેલ માં થી સાડા ત્રણસો જેટલા દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો જ્યારે કોઈ ફેર માટે વધુ બાર હોસ્પિટલ હસ્તગત કરાઈ છે અને કોરોના ના દર્દી વધે તો તેને પહોંચી વળવા માટે આ હોસ્પિટલોમાં તૈયારી થઈ રહી છે.