કોંગ્રેસના નેતા અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતનાઓની પોલીસે કરી અટકાયત - Ahmedabad Samachar
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ આઝાદીના અમૃત મહોત્સવની આજે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂઆત કરાવી હતી, તેમજ સાથોસાથ દાંડી યાત્રાને પણ શરૂ પ્રસ્થાન કરાવી હતી. ત્યારે આ કાર્યક્રમ પૂરો થતા જ કોંગ્રેસ દ્વારા પણ એક દાંડી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, પોલીસે આ દાંડી યાત્રાને મંજૂરી આપી ન હતી. તેમ છતાં કોંગ્રેસ દ્વારા મંજૂરી વગર દાંડી યાત્રા કાઢવાનો પ્રયત્ન કરવામાં આવતા કોંગ્રેસના નેતાઓ અને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન પોલીસ દ્વારા કોંગ્રેસના અનેક નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. અમિત ચાવડા, પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ સહિત અન્ય પણ કેટલાય નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.