રાજકોટ: ધોરાજી ઉપલેટા વિધાનસભાના ભૂતપૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ લલિત વસોયાએ મકરસંક્રાંતિના પાવન પર્વની ઉજવણી તેમના પરિવારો સ્નેહીઓ આગેવાનો અગ્રણીઓ તેમજ બાળકો સાથે કરી હતી.
ખાસ તો તેમણે ઉતરાયણ દરમિયાન પતંગ ઉપર 'પાયલને ન્યાય આપો'ના સ્લોગન વાળી પતંગ ઉડાવીને સરકારને પણ એક સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. આ તકે તેમણે અમરેલીમાં બનેલી ઘટનામાં ઉચ્ચ અધિકારીઓને સરકાર છાવરતી હોવાનો પ્રયાસ કરતી હોવાનો પણ આરોપ લગાવ્યો છે.
આ અંગે રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને માજી ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે, “પાયલ ને ન્યાય આપો” ના સ્લોગન સાથેની પતંગ હવામાં ઉડાવી છે, આ પતંગ એટલા માટે ઉડાવી છે કે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસકો સત્તાના મદની અંદર હવામાં ઉડી રહ્યા છે, એટલે પાયલને ન્યાય આપવાની લોક માગણીની વાત તેમના સુધી પહોંચે એટલા માટે આ પતંગ ઉડાવી છે. તેમણે ઉમેર્યું કે, અનેક આંદોલનો થયા અનેક સામાજિક આગેવાનો રાજકીય આગેવાનોએ માગણી કરી છતાં સરકાર કોઈ પગલાં લેતી નથી ત્યારે ના છૂટે તમે 'પાયલને ન્યાય આપો'ના નામ સાથેના પતંગો ઉડાવ્યા છે.
આ સાથે વધુમાં લલીત વસોયાએ જણાવ્યું હતું કે, અમારી મુખ્ય માંગણીઓ એવી છે કે, ત્રણ નાના પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાને બદલે જેમને આ હુકમ કર્યો છે, તે હુકમ કરનાર અને અન્ય ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે, તેમની સામે પણ પગલાં લેવા જોઈએ તેવું જણાવ્યું હતું. સાથે જ ધોરાજી-ઉપલેટા અને સમગ્ર સૌરાષ્ટ્રને ગુજરાતની અંદર જે રીતે ખનીજ માફિયાઓ પણ હાલ બેફામ બન્યા છે, જેમાં પોલીસ અને તંત્ર મહિનામાં એકાદ વખત કોઈપણ જગ્યાએ ખનીજ ચોરી ઉપર રેડ કરી અને તંત્રએ ખનીજ ચોરી અટકાવી હોય તેવા દવા કરે છે, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રને ગુજરાતની અંદર બે-પાંચ જણાને પકડી અને કાર્યવાહી કરતા હોય તેવું દર્શાવે છે, ત્યારે સરકારે તેમની પણ પતંગો કાપવી જોઈએ તેવી વાત રજૂ કરી છે.