જામનગરમાં BSPએ ત્રણ બેઠક પર જીત મેળવી - જામનગર મહાનગરપાલિકા
🎬 Watch Now: Feature Video
જામનગરઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને 6 મહાનગરપાલિકાઓમાં 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાયું હતું. ત્યારે રાજ્યમાં જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને સૌથી વધુ 51.37 ટકા મતદાન નોંધાયું હતું. જેની મતણતરી આજે મંગળવારે થઇ રહી છે. ત્યારે ભાજપે 40 બેઠક, કોંગ્રેસ 9 અને બસપાએ 3 બેઠક પર જીત મેળવી છે. ઉલ્લેખનીય છે કે, જામનગરમાં કુલ 16 વોર્ડ અને 64 બેઠકો છે. જેમાંથી 33 બેઠક મહિલા માટે અનામત રાખવામાં આવી છે. આ સાથે જ જામનગરમાં કુલ 4, 89, 451 મતદારો હતા. જે પૈકી 2, 50, 502 પુરુષો, 2, 38, 937 મહિલા અને 12 ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે.