શાળા ફી અંગે હાઇકોર્ટના આદેશ બાદ વાલી મંડળે નારાજગી વ્યક્ત કરી - વાલીઓને રાહત
🎬 Watch Now: Feature Video
સુરત: સ્કૂલ ફી મુદ્દે ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચૂકાદો આવ્યો છે. ફી મુદ્દે વાલીઓને રાહત મળી રહે એ માટે હાઇકોર્ટે હપ્તા વ્યવસ્થા કરવા શાળા સંચાલકોને આદેશ આપ્યો છે. સાથે ટ્યુશન સિવાય અન્ય કોઈ પણ પ્રકારની ફી શાળા દ્વારા ન વસૂલવામાં આવે તે નિર્દેશ આપ્યો છે. વાલીઓ દર મહિને ફી ચૂકવી શકે છે. પરંતુ આ નિર્ણય બાદ વાલી મંડળે નારાજગી વ્યક્ત કરી છે. હાઇકોર્ટના આદેશને શાળા સંચાલક તરફી નિર્ણય જણાવ્યો છે અને સરકાર પાસે આગ્રહ કર્યો છે કે, મામલો સુપ્રીમ કોર્ટમાં લઈ જવામાં આવે. જ્યારે શાળા સંચાલકોએ કોર્ટના આ નિર્ણય બાદ ખુશી વ્યક્ત કરી છે અને નિર્ણયને આવકાર્યો છે.