સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ ભાવનગરમાં સાંજે 4 વાગ્યા સુધીમાં 32.70 ટકા મતદાન નોંધાયું - Municipal corporation Election
🎬 Watch Now: Feature Video
ભાવનગરઃ કોરોના મહામારી દરમિયાન રાજ્યમાં આજે રવિવારે 6 મહાનગરપાલિની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ચુક્યું છે. જેમાં ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે સાંજના 4 વાગ્યા સુધીમાં 32.70 ટકા મતદાન નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગરમાં કુલ 13 વોર્ડ અને 52 બેઠકો છે. જેમાંથી 26 બેઠક મહિલા માટે અનામત રાખવામાં આવી છે. આ સાથે જ ભાવનગરમાં કુલ 5, 24, 755 મતદારો છે. જે પૈકી 2, 70, 501 પુરુષો, 2, 54, 225 મહિલા અને 29 ટ્રાન્સજેન્ડર છે.