વડોદરામાં અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન દ્વારા પોલીસ કર્મચારીઓને રાખડી બાંધી ઉજવણી કરાઈ - Vadodara Corona Update
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ શહેરના અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠનની વિદ્યાર્થી બહેનો દ્વારા આજે ફતેગંજ પોલીસ મથકના પી.આઈ. સહિત પોલીસ કર્મચારીઓને રાખડી બાંધી તેમના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. હાલ, ચાલી રહેલી કોરોના મહામારીમાં પોલીસ કર્મચારીઓ પોતાના પરિવારથી દુર રહી પોતાની ફરજ અદા કરી રહ્યા છે. બીજી તરફ સરકાર દ્વારા તમામ તહેવારો જાહેરમાં ઉજવવા પર રોક લગાવવામાં આવી છે. ત્યારે પ્રજાની રક્ષા કાજે ફરજ અદા કરનાર કોરોના વોરિયર્સ પોલીસ કર્મીઓ પણ પોતાના પરિવાર સાથે તહેવારો મનાવી શકતા નથી. તેવામાં સોમવારે ભાઈ-બહેનના અતૂટ પ્રેમ ભર્યા રક્ષાબંધન પર્વની ઉજવણી થવાની હોઈ ત્યારે, આ ઉજવણીથી વિહોણા ન રહી જાય અને તેમના પરિવાર જેવો જ આભાસ કરાવવા માટે આજે અખિલ મહારાષ્ટ્ર યુવક મંડળ દ્વારા ફતેગંજ પોલીસ મથક ખાતે રક્ષાબંધનનો પર્વ ઉજવવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થી બહેનોએ પી.આઈ. અને પોલીસ કર્મીઓની કલાઈ પર સુરક્ષા કવચ રૂપી રાખડી બાંધી તેમના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.