કાશ્મીરી પંડિતની હત્યાના વિરોધમાં અજીતનગર યુવક મંડળે કર્યુ વિરોધ પ્રદર્શન - Jammu and Kashmir
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ કાશ્મીરમાં આતંકી ઘટનાઓ સામે તેમજ કાશ્મીરી પંડિતની હત્યાના વિરોધમાં શહેરના અકોટા વિસ્તારમાં અજીતનગર યુવક મંડળે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કાશમીરમાં કલમ 370 અને 35A હટાવ્યા બાદ આતંકી ઘટનાઓ વધી છે. કાશ્મીરમાં આતંકવાદીઓના નિશાને કાશ્મીરી પંડિતો છે. તાજેતરમાં જ આતંકવાદીઓએ સરપંચ અજય પંડિતની નિર્મમ હત્યા કરી હતી. ત્યારે કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો પર વધતાં જતાં હુમલાના વિરોધમાં શહેરમાં અકોટા અજિતનગર યુવક મંડળે "હિન્દૂ યુનાઇટેડસ અગેન્ટ્સ ટેરર"ના બેનર હેઠળ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કાશ્મીરી પંડિતો પર થતાં હુમલાને ષડયંત્ર ગણાવી પંડિતોને જમ્મુ-કાશ્મીરમાંથી ભગાડી, તે વિસ્તાર પર કબ્જો કરવાનો આતંકીઓનું કૃત્ય ગણાવ્યું હતું, જેથી તેમણે હિંદુ સમાજને એકજુથ થવા હાકલ કરી હતી.