અમદાવાદમાં જનતા કરફ્યૂના પગલે સાંજે પણ રસ્તાઓ સૂમસામ - કોરોના વાઈરસ
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસના ફેલાવાથી રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જનતા કરફ્યુનો ચુસ્તપણે અને સ્વયંભૂ અમલ કરવાની જે અપીલ કરવામાં આવી હતી. જેના પગલે આજે અમદાવાદમાં કરફ્યુ જેવો માહોલ વહેલી સવારથી જ જોવા મળ્યો હતો. ત્યારે આજરોજ કોરોના વાયરસને નાથવા માટેના સરકારના પ્રયત્નોની સાથે સાથે સરકાર દ્વારા કરવામાં આવેલા સૂચનના પગલે સમગ્ર ભારતમાં એકંદરે બંધનું એલાન આપવામાં આવ્યું હતું પરંતુ સ્વયંભૂ બંધના પગલે આજે સવારથી જ મંદિરો, મોલ, થિયેટર, રસ્તાઓ, તેમજ હોટલો સાર્વત્રિક રીતે બધું જ બંધ રાખવામાં આવ્યા હતા. આજે સમી સાંજે જનતા કરફ્યુને શરૂ થયાના ૧૦ કલાક બાદ પણ તે જ રીતે લોકો સ્વયંભૂ રીતે ઘરની બહાર નીકળ્યા ન હતા અને સતત ૧૦ કલાક સ્વયંભૂ બંધ કર્યા બાદ પણ અમદાવાદની ફરતે આવેલો રીંગરોડ કે જ્યાં હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર થતી હોય છે તેમજ માલવાહક ખટારા તેમજ ટેમ્પા પણ સતત આ રોડ પરથી પસાર થતા હોય છે તે રોડ પર એકલદોકલ સિવાય કોઈપણ જોવા મળ્યા ન હતા.