વડોદરામાં વાસણા-ભાયલી રોડ પર મસમોટો ભુવો પડ્યો - રસ્તાઓમાં ભુવા પડવાની ઘટના

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 18, 2020, 7:57 PM IST

વડોદરાઃ શહેરની કિસ્મત ચોકડીથી વાસણા-ભાયલીને જોડતા રસ્તાની હાલત બિસ્માર છે. તેમજ રસ્તા પર વિશાળ ભુવો પડતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ત્યારે યુથ કોંગ્રેસના અગ્રણીએ તંત્ર સામે નારાજગી દર્શાવી છે. આ ઉપરાંત આશિયાના નગર પાસે મસ્જિદની સામે રોડની વચ્ચોવચ થોડા દિવસો પહેલા નાનો ભુવો પડ્યો હતો, પરંતુ સમારકામ ન કરાતા આ ભુવાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. જેને લઇ યુવક કોંગ્રેસના અગ્રણી અસફાક મલેકે સ્થળની મુલાકાત લઈ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.