ગોંડલમાં પોઝિટિવ કેસ બહાર આવતા તંત્ર દ્વારા તાકીદે મિટિંગનું આયોજન - corona update of gujarat
🎬 Watch Now: Feature Video
રાજકોટ: ગોંડલમાં વૃદ્ધ દંપતિ પોઝિટિવ હોવાની વિગતો બહાર આવતા ગોંડલમાં કોરોનાના 3 કેસ નોંધાયા છે. કોરોનાના પગપેસારાને લઇને જિલ્લા પોલીસ વડા બલરામ મીણા, જિલ્લા વિકાસ અધિકારી રાણાવસીયા ગોંડલ દોડી ગયા હતા અને પ્રાંત અધિકારી રાજેશ આલ, વહીવટીતંત્ર ઉપરાંત નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા, પૃથ્વીસિંહ જાડેજા, વિપક્ષી નેતા ઓમદેવસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા સહીત આગેવાનો સાથે મિટિંગ કરી શહેરના કોઈ પણ વિસ્તારમાં બહારગામથી કોઈ વ્યક્તિ કે પરિવાર આવે તો તરત તંત્રને જાણ કરવા તેમજ બોર્ડરો સીલ કરવા રજૂઆત કરી હતી.