અમદાવાદ : ભારતના પૂર્વ વડાપ્રધાન અને પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી ડો. મનમોહન સિંહનું નિધન થયું છે. 26 ડિસેમ્બર, ગુરુવારે સાંજે 92 વર્ષીય મનમોહન સિંહને ગંભીર હાલતમાં દિલ્હી AIIMS ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં મોડી રાત્રે તેઓનું નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓથી પીડિત હતા.
CM ભુપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કર્યો : ડૉ. મનમોહન સિંહના અવસાનથી રાષ્ટ્રીય શોકનો માહોલ છે. ભારતના તમામ પક્ષના નેતાઓ અને આગેવાનો સ્વ. મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે X પર પોસ્ટ કરતા લખ્યું, ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને જાણીતા અર્થશાસ્ત્રી ડૉ. મનમોહન સિંહના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. તેમણે દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તેમના આત્માને શાંતિ મળે અને ભગવાન તેમના પરિવાર અને સમર્થકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
भारत के पूर्व प्रधानमंत्री, विख्यात अर्थशास्त्री डॉ. मनमोहन सिंह जी के निधन की खबर अत्यंत दुःखद है।
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 26, 2024
विभिन्न दायित्वों का निर्वहन करते हुए उन्होंने देश के विकास में महत्वपूर्ण योगदान दिया।
प्रभु उनकी आत्मा को शांति दें और उनके परिवार व समर्थकों को यह दुःख सहने की शक्ति प्रदान…
"સમાનતા, સફળતા અને સાદગીના પ્રતિક" : શક્તિસિંહ ગોહિલ
ગુજરાત કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સ્વ. મનમોહન સિંહ સાથેની એક જૂની તસ્વીર શેર કરતા લખ્યું, સમાનતા, સફળતા અને સાદગીના પ્રતિક તેવા ભારતના અમૂલ્ય રત્ન શ્રી મનમોહનસિંઘજીને આપણે સદા માટે ગુમાવ્યા છે. તેઓ સાથેની મારી મુલાકાતોની યાદો ચિરંજીવી રહેશે. સદગતને શ્રદ્ધા સુમન સમર્પિત કરું છું, આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર અને પ્રિયજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તે માટે પ્રાર્થના.
દિવગંત ભૂતપૂર્વ વડા પ્રધાન શ્રી ડૉ.મનમોહન સિંહજીના શોક સન્માનના ભાગરૂપે , ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના તમામ સત્તાવાર કાર્યક્રમો, જેમાં સ્થાપના દિવસની ઉજવણીનો પણ સમાવેશ થાય છે, તે આગામી સાત દિવસ માટે રદ કરવામાં આવે છે. આમાં તમામ આંદોલનાત્મક અને ઉજવણીના… pic.twitter.com/i7Cn5N7WKj
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) December 27, 2024
पूर्व प्रधानमंत्री डॉ. मनमोहन सिंह जी सौम्य और सरल स्वभाव वाले एक विद्वान अर्थशास्त्री और राजनीतिज्ञ थे । उन्हें भारतीय अर्थव्यवस्था का उदारीकरण करने और उसमें नई जान फूंकने के लिए जाना जाता है। जब विश्व के सभी देशो में आर्थिक मंदी का दौर आया था तब मनमोहन सिंह जी ने अपनी… pic.twitter.com/gWQS6vkSu6
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) December 27, 2024
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું... ગુજરાત રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શોક વ્યક્ત કરતા કહ્યું, ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને જાણીતા અર્થશાસ્ત્રી ડૉ.મનમોહન સિંહના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ તેમને તેમના ચરણોમાં સ્થાન આપે અને તેમના પરિવારને આ અપાર નુકસાન સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ.
भारत के पूर्व प्रधानमंत्री, विख्यात अर्थशास्त्री डॉ. मनमोहन सिंह जी के निधन का समाचार अत्यंत दुःखद है।
— Harsh Sanghavi (@sanghaviharsh) December 26, 2024
ईश्वर से प्रार्थना है की उन्हें अपने श्रीचरणों में स्थान दें एवं उनके परिजनों को यह अपार दुःख सहन करने का संबल प्रदान करे। ॐ शांति pic.twitter.com/1ba2L3uIdh
સાત દિવસ રાજ્યવ્યાપી શોક : ડૉ. મનમોહન સિંહના અવસાન બાદ કેન્દ્ર અને ગુજરાત સરકારે સાત દિવસનો શોક જાહેર કર્યો છે. જે સાથે રાજ્યના તમામ મોટા કાર્યક્રમો, ઉજવણી, મેળાવડા સહિતના અન્ય કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના કાર્યક્રમ અને અમદાવાદ કાંકરિયા કાર્નિવલ પણ રદ્દ કરવામાં આવ્યો છે. બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ પણ તેમના કાર્યક્રમો અને આંદોલન સહિતના કાર્ય સાત દિવસ સુધી રદ્દ કર્યા છે.
આ પણ વાંચો: