હૈદરાબાદ: રાજ્યમાં કમોસમી વરસાદે જોર પકડયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં 27 ડિસેમ્બર એટલે કે, આજ રોજ ભારે વરસાદની આગાહી છે. જેમાં રાજ્યના છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપી જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વીજળી અને કરા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. પરિણામે IMD દ્વારા આ જિલ્લાઓમાં એરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વધુમાં સપાટી પર 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
વરસાદની સંભાવના: આ ઉપરાંત રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
અહીં જાણવા જેવી બાબત એ છે કે, અગાઉ ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ત્રણ દિવસ માટે એટલે કે 26, 27 અને 28 ડિસેમ્બર માટે કમોસમી વરસાદની આગાહી દર્શવાવામાં આવી હતી. જોકે ત્રણ દિવાસમાંથી બીજા જ દિવસે IMD દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
All India Weather Warning for today, 27th December 2024:
— India Meteorological Department (@Indiametdept) December 27, 2024
Thunderstorm accompanied with hailstorm, gusty winds (30-40 kmph) & lightning very likely at many places over East Rajasthan; at a few places over Punjab, East Madhya Pradesh; accompanied with hailstorm, gusty winds… pic.twitter.com/qh8g4NWjCi
આ ચાર જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ: 28 ડિસેમ્બરે જોકે વરસાદનું જોર ઘટશે તેવી શક્યતાઓ IMD દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં અમરેલી, ભાવનગર, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં હળવો વરસાદ થવાની સાંભવના છે. આમ આ ત્રણ દિવસોમાં છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપી જેવા જિલ્લાઓમાં વરસાદની શકયતા અધિકતમ છે.
રવિ પાકોને નુકસાન: કમોસમી વરસાદની આગહીના પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ખેડૂતોએ લીધેલા રવિ પાકોમાં કમોસમી વરસાદને કારણે નુકસાન થવાની સંભાવના છે. જેમાં પણ ચાર જિલ્લા છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં વધુ વરસાદઅને કારણે નુકસાન થવાની શક્યતા વધુ છે.
આ પણ વાંચો: