રાજકોટના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા કારખાનામાં લાગી ભીષણ આગ - રાજકોટના કારખાનામાં આગ
🎬 Watch Now: Feature Video

રાજકોટઃ શહેરમાં આગ લાગવાની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે બપોરના સમયે કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં એક કારખાનામાં આગ લાગી હતી. આગ એટલી વિશાળ હતી કે, ધૂમાડાના ગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. આગની ઘટનાને લઇને તાત્કાલિક ફાયર વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. 3 જેટલા ફાયર ફાયટરે આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઇ નહોતી. ઉલ્લેખનીય છે કે, આ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે.