રાજકોટની એક ગૌશાળામાં 30થી વધુ ગાયોના રહસ્યમય રીતે મોત, ગૌરક્ષકોએ મચાવ્યો હોબાળો - ગૌરક્ષકોએ મચાવ્યો હોબાળો
🎬 Watch Now: Feature Video
રાજકોટ: શહેરના રૈયાગામ વિસ્તારમાં આવેલા બાપા સીતારામ ગૌશાળામાં અચાનક 30થી વધુ ગાયોના મોત થવાની ઘટના સામે આવી છે. જેને લઈને વિસ્તારવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. બપોરનો ચારો ખાધા બાદ પાણી પીધા પછી એક બાદ એક ગાયોના મોત થયા હતા. તેમજ મોતનો આંકડો 30એ પહોંચી ગયો હતો. બાપા સીતારામ ગૌશાળામાં અંદાજીત 300 કરતા વધારે ગાયો છે. 30 જેટલી ગાયોના મોત થતા મામલો ગરમાયો છે. ગૌરક્ષકોનું કહેવું છે કે, ગાયોના મોત ભૂખના કારણે થયા છે, પરંતુ હાલ ગાયોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ બાદ જ ગાયોના મોતનું ચોક્કસ કારણ બહાર આવશે.