મહેસૂલ પ્રધાન કૌશિકભાઈ પટેલે કર્યા ડાકોરના ઠાકોરના દર્શન - religious culture of gujarat
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6401814-398-6401814-1584128401699.jpg)
ખેડા: રાજ્યના મહેસૂલ પ્રધાન કૌશિકભાઈ પટેલ દર વર્ષે ફાગણી પૂનમ પછી ડાકોરના રાજા રણછોડરાયજીના દર્શન કરવાની પરંપરા જાળવી રાખી હતી અને સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે સપરિવાર ભગવાન રણછોડરાયજીના દર્શન કર્યા હતા. આ પ્રસંગે મહેસુલ પ્રધાન કૌશિકભાઈ પટેલે જણાવ્યું હતું કે ભગવાન રણછોડરાયજીના દર્શન માત્રથી ધર્મ પ્રત્યેની આસ્થા મજબૂત થાય છે. કેન્દ્ર તથા રાજ્ય સરકાર, સેવાભાવી સંસ્થાઓ દ્વારા આ વાયરસ અંગેની અગમચેતી રાખી દવા, સફાઇ અને તબિયત પ્રત્યેની પ્રજાની સભાનતાના કારણે ગુજરાતમાં તેની અસર હજુ સુધી દેખાતી નથી. સૌ સાથે મળી આ રોગ ઉપર કાબુ મેળવીએ.