મોરબી શહેરમાં રખડતા ઢોરના ત્રાસથી સ્થાનિકો પરેશાન - મોરબી પાલિકા
🎬 Watch Now: Feature Video
મોરબીઃ મોરબી શહેરમાં જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોરનો અડીંગો જોવા મળે છે. મુખ્ય માર્ગો અને તમામ વિસ્તારો તથા શેરીએ ગલીએ રખડત ઢોરનો આંતક વધ્યો છે. જેને કારણે ટ્રાફિકની સમસ્યા ઉભી થાય છે. રોડની વચ્ચે બેસતા ખુટિયાઓ ક્યારેક આપસમાં લડી ઝઘડી પડે છે ત્યારે લોકોને ઈજા પહોંચવાની પણ શક્યતા રહે છે. માર્ગો ઉપર આખલા યુદ્ધના અનેક બનાવો બન્યા છે. મોરબીમાં મુખ્ય રસ્તાઓ શનાળા રોડ, રવાપર રોડ, હોસ્પિટલ ચોક, સામાકાંઠે સહિતના વિસ્તારોમાં રખડતા ઢોર જોવા મળે જ છે. જેથી રાહદારીઓ અને વાહન ચાલકોને ત્યાંથી નીકળવું ભારે જોખમભર્યું રહે છે. તેમ છતાં તંત્ર હજુ સુધી રખડતા ઢોરને ડબ્બે પૂરવાની કોઈ નક્કર કાર્યવાહી કરતા નથી. જ્યારે પાલિકા ચીફ ઓફિસર જણાવે છે કે ઢોરને પકડવા માટે પાંજળાપોળ સાથે બેઠક કરવામાં આવશે. તેમજ માલિકના ઢોર તેના માલિક નહિ લઇ જાય તો તેના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.