દેવભૂમી દ્વારકા નગરપાલિકા દ્વારા આઝાદી પર્વની કરવામાં આવી ઉજવણી - સ્વાતંત્ર્ય દિવસ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8430127-thumbnail-3x2-dwara.jpeg)
દેવભૂમી દ્વારકાઃ દર વર્ષે દ્વારકા નગરપાલિકા દ્વારા આઝાદગી પર્વની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીની અસરને ધ્યાનમાં લઈને દ્વારકા નગરપાલિકા વિસ્તારના પ્રીતમ મેદાનમાં સાદગીપૂર્વક નગરપાલિકાના ઉપપ્રમુખ હરેશભાઈ જાખરીયાના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોરોના કાળમાં મહામારી હોવા છતાં પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વગર દ્વારકા નગરપાલિકા વિસ્તારમાં સેવા આપનારા કોરોના વોરિયર્સને પ્રમાણપત્રો આપીને સન્માન કરવામાં આવ્યો હતા.