અમદાવાદમાં કોર્પોરેશન અને ટ્રાફિક વિભાગની સંયુક્ત ડ્રાઈવ, BRTS કોરિડોરમાં ચાલતા વાહનોને ફટકાર્યો તગડો દંડ - ahmedabad municipal corporation police drive
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: શહેરના પાંજરાપોળ વિસ્તારમાં બનેલી BRTS બસ અકસ્માતની ઘટના બાદ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં કોર્પોરેશન અને ટ્રાફિક વિભાગે સંયુક્ત રીતે ડ્રાઈવ હાથ ધરી BRTS કોરિડોરમાં ચાલતા વાહનોને દંડ ફટકારવાનું શરૂ કર્યું છે. આ ડ્રાઈવમાં કેટલીક સરકારી કાર પણ ઝડપાઇ હતી. જેમાં અર્બન મિનિસ્ટ્રીના પ્રાદેશિક કમિશનર મનીષકુમારની કોન્ટ્રાકટ પર ચાલતી કારને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય ખાનગી વાહનો કે જેઓ BRTS કોરિડોરમાં ચાલતા હતા તે તમામને પણ રોકી દંડ ફટકારવામાં આવ્યો હતો. આ મામલે IAS અધિકારી મનિષ કુમારે પોલીસની કામગીરીના વખાણ કર્યા હતા. અને કાયદો બધા માટે સરખો હોવો જોઈએ તેમ જણાવ્યું હતું.