વડોદરાઃ ભાજપના મહિલા ધારાસભ્ય સીમા મોહિલેનું ફેસબુક એકાઉન્ટ હેક - ફેસબુક એકાઉન્ટ હેક
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ ચાર દિવસ પહેલા વડોદરાના કોંગ્રેસના મહિલા કાઉન્સિલરનું ફેસબુક એકાઉન્ટ હેક થવાના બનાવ બાદ હવે ભારતીય જનતા પક્ષના અકોટા બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય સીમાબેન મોહિલેનું બોગસ ફેસબુક એકાઉન્ટ ખુલ્યુ હોવાનુ સામે આવ્યું છે. આ અંગે મહિલા ધારાસભ્ય સીમાબેને જણાવ્યું હતું કે, તેમના કાર્યકરોને મારા નામની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવતા તેમણે મને ફોન કરીને બીજી વાર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા બાબતે પૂછ્યું હતું. બાદમાં તપાસ કરતા ફેસબુક એકાઉન્ટ તેમજ તેની સાથે લિંક કરેલા ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ જેવા એકાઉન્ટ પરથી પણ રિક્વેસ્ટ મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ભારતીય જનતા પક્ષના મહિલા ધારાસભ્યનું સોશિયલ મીડિયા પર બોગસ એકાઉન્ટ ખુલતા તેમણે સાયબર ક્રાઈમને ફરિયાદ કરી છે.