વિકાસ દુબે ઉજ્જૈન મહાકાલ મંદિર પરિસરના CCTVમાં કેદ - encounter news
🎬 Watch Now: Feature Video
મધ્ય પ્રદેશ: ઉજ્જૈન મહાકાલ મંદિરના પરિસરમાં કુખ્યાત ગેન્ગસ્ટર વિકાસ દુબે નિશ્ચિંત થઈને ફરી રહ્યો હતો. તે મંદિર પરિસરના CCTVમાં કેદ થયો છે. કાનપુરમાં 8 પોલીસકર્મીની હત્યાના મુખ્ય આરોપી હિસ્ટ્રીશીટર વિકાસ દુબેની ગુરુવારે સવારે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેને STFની ટીમ ઉજ્જૈનથી કાનપુર લાવી રહી હતી. આ દરમિયાન STFના કાફલાની એક કાર કાનપુર હાઈવે પર પલટી મારી ગઈ હતી. અકસ્માત બાદ હિસ્ટ્રીશીટર વિકાસ દુબેએ STFની ટીમ પર ગોળીબાર કર્યો હતો. STFની જવાબી કાર્યવાહીમાં વિકાસ દુબે માર્યો ગયો.