પંજાબના સંગરુરમાં અકસ્માત, 5 લોકો બળીને ખાખ - પંજાબપોલીસ
🎬 Watch Now: Feature Video

પંજાબ: સંગરુર-સુનમ માર્ગ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં આગ લાગી હતી. ત્યારબાદ કારમાં સવાર 5 લોકોના જીવતા સળગતા મોતને ભેટ્યા છે. કારમાં સવાર પરિવાર લગ્નપ્રસંગ માટે પંજાબના સંગરુર જિલ્લાના દિરબા જઈ રહ્યો હતો. મૃતદેહોને કારની બહાર કાઢવા માટે કારના કાટમાળને તોડવામાં આવ્યો હતો. આ અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળ પરથી ફરાર થયો હતો.