1,80,000 ચોરસફૂટની શરદ 'સાહેબ'ની આહ્લાદક તસ્વીર, જૂઓ આ નજરાણું... - maharastra politics
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5381533-thumbnail-3x2-hd.jpg)
ઉસ્માનાબાદ: શરદ પવાર શેરીઓથી માંડી દિલ્હી સુધી સ્માર્ટ રાજકારણી તરીકે ઓળખાય છે. જે મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામો બાદ સરકાર ગઠનના ગાળામાં જોવા પણ મળ્યું. ચૂંટણી પ્રચારમાં પણ વરસાદ વચ્ચે તેમણે જે જોશ દર્શાવ્યો હતો, તેની સમર્થકો તો ઠીક પરંતુ તેમના આલોચકો પણ પ્રશંસા કરવા મજબૂર બન્યા હતા. શરદ પવારને તેમના જન્મદિવસે દેશભરમાંથી લોકો શુભેચ્છા પાઠવી હતી. આ તેમનો 80મો જન્મદિન છે. શરદ પવારની 1 લાખ, 80 હજાર ચોરસફૂટની તસ્વીર બનાવવા માટે સમર્થકોએ છેલ્લા 15 દિવસથી સખત મહેનત કરી અને 600 કિલો બીજનો ઉપયોગ કરી તસ્વીર બનાવાઈ છે. જેમાં નીચે 'સાહેબ'ની ઉપમા અપાઈ છે. જૂઓ ઈટીવી ભારત દર્શકો માટે લઈ આવ્યું છે આ ખાસ અહેવાલ...