શાહીન બાગ વિરોધ પ્રદર્શનઃ મહિલાઓએ કહ્યું- 8000 દિવસ પ્રદર્શન કરવું પડશે તો કરીશું - મહિલાઓનો વિરોધ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6343498-994-6343498-1583689255317.jpg)
નવી દિલ્હીઃ શહેરના શાહીનબાગમાં છેલ્લા 84 દિવસથી CAA વિરુદ્ધ વિરોધ પ્રદર્શન આજે પણ શરૂ છે. તમને જણાવી દઇએ કે, શાહીન બાગમાં પ્રદર્શન દરમિયાન દિલ્હીથી નોઇડાને જોડનારો મુખ્ય રસ્તો બંધ છે જેનાથી લાખો લોકો પ્રભાવિત થયા છે. શાહીન બાગમાં મહિલાઓ એકત્ર થઇને પ્રદર્શન કરી રહી છે. આ પ્રદર્શનમાં પુરૂષો પણ સામેલ છે. રાજધાની દિલ્હીના શાહીન બાગમાં મહિલાઓ CAAના વિરોધમાં ધરણા પર બેઠી છે. મહિલાઓના આંદોલનને 80થી વધારે દિવસો પસાર થઇ ચૂક્યા છે. મહિલાઓનું કહેવું છે કે, જો તેમને 8000 દિવસ પણ વિરોધ પ્રદર્શન કરવાની જરૂર પડશે તો એ પણ કરીશું.