મેધા પાટકરના નર્મદા બચાવો આંદોલન પર બની શોર્ટ ફિલ્મ 'લકીર કે ઇસ તરફ' - મેધા પાટકરના નર્મદા બચાવો આંદોલન પર બની શોર્ટ ફિલ્મ 'લકીર કે ઇસ તરફ'
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5129970-thumbnail-3x2-aa.jpg)
જાલના: નર્મદા આંદોલનની પ્રણેતા મેધા પાટકરે નર્મદા બચાવો આંદોલન ચલાવ્યું હતું તેનું જે પરિણામ આવ્યું તેની વાસ્તવિકતા દર્શાવવાનો પ્રયાસ શિલ્પા બલ્લાડે પોતાની શોર્ટ ફિલ્મ 'લકીર કે ઇસ તરફ' માં કર્યો છે. ઔરંગાબાદ જીલ્લાના જાલનાની જે.ઇ.એસ. મહાવિદ્યાલયના મુખ્ય સભાગૃહમાં દર્શાવવામાં આવેલી 90 મિનીટની આ શોર્ટ ફિલ્મમાં 1312 કિલોમીટર લાંબી નર્મદા નદીના કિનારે વસતી આદિવાસી પ્રજા, તેમનો સંઘર્ષ અને તેમને ન્યાય અપાવવા માટે મેધા પાટકરે 35 વર્ષ સુધી ચલાવેલી લડત, આ લડત બાદ ત્યાં શું પ્રગતિ થઇ, આદિવાસી ભાઇઓના પુનર્વસનના પ્રશ્નો આ સમગ્ર ઘટનાઓ શોર્ટ ફિલ્મના માધ્યમથી દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં જી.એસ. મહાવિદ્યાલયના આચાર્ય, શિક્ષકગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.