મોહન ભાગવતે કહ્યું- પ્રણવ'દા દેશભક્ત રાજકારણી હતાં
🎬 Watch Now: Feature Video
નાગપુર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. ભાગવતે પ્રણવદાને એક મહાન વિદ્વાન અને દેશભક્ત ગણાવ્યા હતાં. તેમણે કહ્યું હતું કે, પ્રણવદાના જવાથી ઘણું નુકસાન થયું છે. જેની ફરી ભરપાઈ કરી શકાય એમ નથી. ભાગવતે એક વીડિયો સંદેશમાં કહ્યું કે, 'ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. પ્રણવ મુખર્જીનું અવસાન તમામ સ્વયંસેવકો માટે મોટી ખોટ છે. નમ્ર વર્તન મને મારા પરિવારના કોઈ મોટા સભ્ય જેવું લાગતું હતું. મહત્વનું છે કે, અગાઉ સ્વ. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આરએસએસના નાગપુર કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં, જેનો રાજકીય સ્તરે જોરદાર વિરોધ થયો હતો. મોહન ભાગવતે 7 જૂન, 2018ના રોજ રેશીમબાગ મેદાનમાં સંઘના મહત્વપૂર્ણ કાર્યક્રમમાં મુખર્જીની મુલાકાતને યાદ કરી હતી. ભાગવતે કહ્યું કે, પ્રણવદા ખૂબ જ સફળ રાજકારણી હતાં. તેમની રાજકીય વ્યૂહરચના ભારતીય રાજકારણના એક યુગ સમાન હતી.