ચૂંટણી માહોલમાં જોવા મળ્યો રાહુલ-પ્રિયંકાનો રમુજી અંદાજ, જુઓ વીડિયો - Fun
🎬 Watch Now: Feature Video
કાનપુર: લોકસભાની ચૂંટણીનો ખરાખરીનો ખેલ ચાલી રહ્યો હોય ત્યારે તમામ રાજકીય પાર્ટી દ્વારા પોતાના પક્ષને જંગી બહુમતીથી જીતીને દેશના લોકતંત્રમાં ભાગ ભજવે તેવી આશાઓ સાથે પ્રચાર કરતા હોય છે. આમ દરેક પક્ષ માટે એક પરિક્ષા જેવો હોય છે, જેમાં જનતાના દિલ જીતીને મજબુત રિઝલ્ટ મેળવવાનું હોય છે. આમ તો દેશમાં કોંગ્રેસ અને ભાજપ આ બે પક્ષ સૌથી વધારે મહત્વના ગણાય છે. ત્યારે બન્ને પક્ષના નેતાઓ પોતાના પક્ષ માટે મહેનત કરીને ચૂંટણી પ્રચાર કરતા જોવા મળી રહ્યાં છે. એવામાં કોંગ્રેસ પક્ષના ભાઇ બહેનની જોડીની પણ કંઇક અનોખી અદા છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા હાલ ચૂંટણીમાં વ્યસ્ત છે, તેમ છતા બન્ને જ્યારે સાથે હોય છે, ત્યારે મસ્તીનો માહોલ બનવો એ તો નક્કી જ છે. ત્યારે આવા વ્યસ્ત સમય વચ્ચે ભાઇ બહેનની જોડી મસ્તી કરતા એક વીડિયોમાં નજરે ચડે છે. જે વીડિયો રાહુલ ગાંધીએ પોતાના ફેસબુક પેજ કાનપુર ઍરપોર્ટ પરની બહેન સાથેની હળવી પળોનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં બન્ને ભાઇ-બહેનની આ જોડી મસ્તી કરતા નજરે ચડે છે. તો આવી ભાઇ-બહેનની અનોખી જોડીને જોવાનું ચુકશો નહી.