ભારતમાં ઈસ્લામોફોબીયા ફેલાવવાનો પ્રયાસ કરી રહેલા સફળ નહીં થાય: મુખ્તાર અબ્બાસ નકવી - તબલીગી જમાત
🎬 Watch Now: Feature Video
હૈદરાબાદ: ઇટીવી ભારત સાથેની એક વિશિષ્ટ મુલાકાતમાં કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાદ નકવીએ કહ્યું હતું કે, તબલીગી જમાતે કોરોના વાયરસ ફેલાવ્યો ન હોત તો ભારતને આટલા લાંબા લોકડાઉનમાંથી પસાર થવું પડ્યું ન હોત. તેમની 'ગુનાહિત બેદરકારી' આપણે લાંબા અને કઠોર લોકડાઉન તરફ દોરી ગઈ. જેના માટે લોકોને હાલાકી ભોગવવી પડી હતી. તેમાંથી કેટલાક ગામોમાં છુપાઈ ગયા અને રોગચાળાના ભોગ બન્યા.