વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રકૃતિ પ્રેમ,સોશિયલ મીડિયા પર મોર સાથે વીડિયો કર્યો શેર - Narendra Modi's love for nature
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર નવી કવિતા પોસ્ટ કરી છે. કવિતાની સાથે સાથે એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં પીએમ મોદી મોરની સાથે દેખાઇ રહ્યા છે. તેમાં પીએમ મોદી મોરને દાણા ખવડાવતા દેખાઇ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી પોતનો પ્રકૃતિ પ્રેમ દર્શાવતો વીડિયો શેર કર્યો હતો. વડાપ્રધાને એક કવિતા પણ શેર કરી છે."ભયો ભયો, બિન શોર, મન મોર, ભયો વિભોર, રગ-રગ હૈ રંગા, નીલા ભૂરા શ્યામ સુહાના, મનમોહક, મોર નિરાલા. રંગ હૈ, પર રાગ નહીં, વિરાગ કા વિશ્વાસ યહી, ન ચાહ, ન વાહ, ન આહ, ગૂંજે ઘર-ઘર આજ ભી ગાન, જિયે તો મુરલી કે સાથ, જાયે તો મુરલીધર કે તાજ."
Last Updated : Aug 23, 2020, 6:50 PM IST