લોકડાઉનને કારણે રાયપુરમાં ઓનલાઈન લગ્ન - રાયપુર
🎬 Watch Now: Feature Video
રાયપુર: લોકડાઉનમાં એક અનોખા લગ્ન જોવા મળ્યા છે. જેમાં મુંબઈના વરરાજા અને બરેલીની કન્યાના લગ્ન ઓનલાઈન થયા હતાં. વર-કન્યાની લગ્નની બધી વિધિઓ ઓનલાઇન કરવામાં આવી હતી. બંનેએ પીઠી પણ લગાવી અને હાથ પર મહેંદી પણ લગાવી હતી. લોકડાઉનને કારણે જાન તો ન નીકળી હતી, પરંતુ લગ્નનના મંડપમાં વરરાજા અને કન્યાએ સાત ફેરા લીધા હતા. તે દરમિયાન રાયપુરમાં બેઠેલા પંડિતે ઓનલાઇન મંત્રોથી વિધિ કરી હતી. US, કેનેડા, પુણે, રાયપુર અને બરેલીના સેંકડો સંબંધીઓએ ઓનલાઇન વીડિયો દ્વારા વર-કન્યાને આશીર્વાદ આપ્યા હતા. રાયપુરના શંકર નગરમાં રહેતા સંદીપ ડાંગના પુત્ર સુષેણના લગ્ન બે વર્ષ પહેલા બરેલીના કૃષ્ણ કુમાર નારંગની પુત્રી કિર્તી નારંગ સાથે નક્કી કર્યા હતા અને 19મી એપ્રિલે લગ્ન થવાના હતા, જેના માટે તેણે ઉત્તરાખંડમાં રિસોર્ટ પણ બુક કરાવ્યો હતો. પરંતુ કોરોના વાઈરસને કારણે લોકડાઉન થઈ ગયું હતું. લગ્ન મુહૂર્ત સમયે કરવાના હતા. તેથી વર અને કન્યાને ઇંટરનેટના માધ્યમથી લગ્ન કરવાનું નક્કી કર્યું.
Last Updated : Apr 20, 2020, 11:02 AM IST