મહારાષ્ટ્રના કુખ્યાત ચોર મંકિમેનનુ પોલીસ કાર્યવાહીમાં મૃત્યું - Monkey Man
🎬 Watch Now: Feature Video
પોલીસના ચોપડે મંકી મેનથી નામથી નોંધાયેલ નામી ચોર જમીલ ઉર્ફે ટકલા કુરેશીનું શુક્રવારે ભિંવડીમાં મૃત્યુ થયું હતુ. અગાઉ મંકિ મેને ગુજરાતમાં ચોરી કરી હતી તેના અંતર્ગત વાપી પોલીસ અને ભિંવડી પોલીસે જોઈન્ટ ઓપરેશન હાથ ધર્યું હતુ. પોલીસ કાર્યવાહીમાં મંકીમેન 4 માળેથી કૂદીને નીચે કુદકો મારીને નાસી ભાગવાનો પ્રયાસ કર્યો હતો પણ તેના હાથમાં વાયર ન આવતા તે રોડ પર પટકાયો હતો અને તેનુ મૃત્યું થયું હતું. સ્થળ પર જમીલનું મૃત્યુ થતા ટોળું ઘટનાસ્થળે દોડી ગયું હતું અને ભિવંડી ક્રાઇમ બ્રાંચના સબ-ઇન્સ્પેક્ટર શિંદે અને તેની ટીમ પર હુમલો કર્યો હતો. જો કે, જ્યારે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો ત્યારે કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.