હૈદરાબાદઃ ડૉકટરની નિર્મમ હત્યાથી લોકો રસ્તા પર, આરોપીને ફાંસીએ લટકાવવાની કરી માગ - હૈદરાબાદ પોલીસ
🎬 Watch Now: Feature Video
હૈદરાબાદઃ હૈદરાબાદમાં પશુ ચિકિત્સક સાથે બનેલી ઘટનાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. આ ઘટના બાદ અનેક જગ્યાએ લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે હૈદરાબાદમાં પણ હજારોની સંખ્યામાં લોકો એકઠા થઇને આનો વિરોધ કરી રહ્યા છે અને આરોપીઓને ફાંસીની સજા થવી જોઇએ તેવી માગ ઉઠી છે. જે લોકો પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી રહ્યા હતા તે પ્રદર્શનકારીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. હાલ શાદનગર કોર્ટમાં આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારે પ્રદર્શનકારીઓની માગ છે કે, કોઇ પણ વકીલ આ આરોપીઓને સપોર્ટ ન કરવા જોઇએ. મહત્વનું છે કે, દિલ્હી સુધી આ ઘટનાના પડઘા પડ્યા છે અને દિલ્હીમાં પણ આ ઘટનાનો વિરોધ થઇ રહ્યો છે. પ્રદર્શનકારીઓ એકઠા થઇને સંસદ માર્ગ પાસે વિરોધ કરી રહ્યા છે.