ઇન્દોરના રસોમા ચોકમાં ભરટ્રાફિકમાં મોહક નૃત્ય કરતી યુવતી, વીડિયો થયો વાયરલ - સોશિયલ મીડિયા
🎬 Watch Now: Feature Video
ઈન્દોરઃ ટ્રાફિકની સરળતા રહે તે માટે મથી રહેલી ઇન્દોર પોલિસ સારી મહેનત ઉઠાવી રહી છે ત્યાં સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહેલા આ વીડિયોએ ધમાલ મચાવી છે. પોલિસે આ વીડિયો વાયરલ થયાં બાદ સલાહ આપી છે કે ટ્રાફિકની સુરક્ષાને આ રીતે ખતરામાં ન મૂકવી જોઇએ. સાથે વીડિયોમાં દેખાતી યુવતીને શોધવા માટે ઝીણવટભરી તપાસ પણ હાથ ધરી છે. આ વીડિયો ઇન્દોરના રસોમા ચાર રસ્તાનો હોવાનું જણાવાઈ રહ્યું છે. વીડિયોમાં જોવા મળે છે કે એક યુવતી ટ્રાફિક સિગ્નલ રેડ થતાં જ રસ્તા પર આવીને નૃત્ય કરવા લાગે છે. તેના મોહક નૃત્યને લઇને ખૂબ ઝડપથી વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તો પોલિસે કહ્યું છે કે ટ્રાફિક રુલ્સનું પાલન કરવામાં આવે અને પોતાનો તેમ જ અન્યોનો જીવ જોખમમાં ન મૂકવામાં આવે. યુવતી જે રીતે ડાન્સ વીડિયો બનાવી રહી છે તેમાં પોતાની સાથે અન્યોની સુરક્ષાને પણ જોખમ ઊભું થયું છે. કોઇ વીડિયો બનાવે તો સાવધાની રાખે. જે યુવતીનો વીડિયો છે તેનું નામ શ્રેયા કાલરા બતાવાઈ રહ્યું છે. યુવતીએ ડાન્સ કર્યો એ સમયે ઘણાં વાહનચાલકો ત્યાં હાજર હતાં.