સુરતના તક્ષશિલા આર્કેડમાં લાગી ભીષણ આગ, જીવ બચાવવા વિદ્યાર્થીઓએ લગાવી છલાંગ
🎬 Watch Now: Feature Video
સુરતઃ શહેરના સરથાણા જકાતનાકા નજીક તક્ષશિલા આર્કેડમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાથી 22 વિદ્યાર્થીના મોત થયા હતા. આગ એટલી ભયાનક હતી કે, બાળકો પોતાના જીવ બચાવવા માટે છલાંગ લગાવી હતી. આગ લાગતા અંદાજે 10 ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચી હતી. દર્દનાક ઘટનાથી સમગ્ર રાજ્ય સહિત દેશમાં ઘેરા પ્રત્યાધાત પડ્યા છે. તો મુખ્યપ્રધાન વિજ્ય રૂપાણી પણ ઘટના સ્થળે પહોચી દુ:ખ વ્યકત કર્યું હતું તેમજ મૃતકોને 4 લાખની સહાય જાહેર કરી હતી. આ ઉપરાંત તપાસના આદેશ આપ્યા હતા. વડા પ્રધાન મોદીએ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું હતું. સાથે જ ગુજરાત સરકાર અને સ્થાનિક તંત્રને બનતી તમામ મદદ અને સહાય કરવા માટે જણાવ્યું હતું.
Last Updated : May 25, 2019, 2:08 AM IST