CAA વિરોધ-સમર્થનઃ ઉત્તર-પૂર્વ દિલ્હીમાં હિંસા, 5 લોકોના મોત, 10 વિસ્તારોમાં 144 લાગુ - અસામાજીક તત્વો

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 25, 2020, 7:57 AM IST

નવી દિલ્હીઃ CAAના વિરોધ અને સમર્થનમાં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં બે જૂથ વચ્ચે હિંસા થઈ હતી. જેમાં જાફરાબાદ અને મૌજપુર વિસ્તારમાં CAA સમર્થક અને વિરોધી જૂથો વચ્ચે થયેલ ઘર્ષણમાં કુલ 5 લોકોના મોત થયા છે. માથામાં પથ્થર વાગતા હેડ કોન્સ્ટેબલનું મોત થયું હતું. આ અંગે દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, હિંસામાં 4 નાગરિકોના પણ મોત થયા છે. તોફાન દરમિયાન લાલ ટી-શર્ટ પહેરીને જાહેરમાં ફાયરિંગ કરનારની ઓળખ દિલ્હી પોલીસે શાહરૂખ નામના શખ્સ તરીકે કરી છે. હિંસા દરમિયાન DCP, ACP સહિત 10 જવાન ઘાયલ થયા. તોફાની ટોળાએ ઘણી જગ્યાએ ગાડીઓને આગ ચાંપી હતી. જાફરાબાદમાં તોફાનીઓએ જાહેરમાં પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું. ખજૂરી ખાસમાં પોલીસ પણ તોફાનીઓ પર પથ્થરમારો કરતી નજરે પડી હતી. રવિવાર સાંજે આ વિસ્તારમાં પ્રથમવાર ત્યારે હિંસા ભડકી હતી જ્યારે ભાજપ નેતા કપિલ મિશ્રા રસ્તો ખુલ્લો કરાવવા પહોંચ્યા હતાં. પોલીસે 10 વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દીધી છે. જાફરાબાદ, મૌજપુર અને ભજનપુરામાં CAA સમર્થક અને વિરોધીઓ વચ્ચે પથ્થરમારો થયો હતો. દિલ્હી પોલીસે લોકોને ઘરમાં રહેવા અને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. ડીએમઆરસીએ ટેમ્પરરી મૌજપુર અને બાબરપુર મેટ્રો સ્ટેશન બંધ કર્યા છે, તો જાફરાબાદ-મૌજપુર સહિત 10 વિસ્તારોમાં કલમ 144 લાગૂ કરી દેવાઈ છે. આ સિવાય 5 મેટ્રો સ્ટેશન બંધ કરવામાં આવ્યાં છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.