આ મહિલા યમરાજાને હાથતાળી આપી પાછી આવી ! - રેલવે ટ્રેન અકસ્માત

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 4, 2019, 7:57 AM IST

કલાબુરાગી(કર્ણાટક): એક વૃદ્ધ મહિલા રેલ્વે ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેનની નીચે પડી ગઈ હતી. પરંતુ આ મહિલાનું નસીબ જોર કરતુ હતું. એ પડી અને ઉભી થાય એ પહેલા તો ટ્રેક પર ગુડ્સ ટ્રેન આવી ગઈ હતી. લોકો બુમાબુમ કરીને તેને ટ્રેન આવી રહી હોવાનું જણાવ્યુ હતું. પણ તે ટ્રેક પરથી હટે એ પહેલા ટ્રેન આવી ગઈ હોવાથી આ મહિલા કંઈ કરી શકી નહોતી. મહિલા પોતાનો જીવ બચાવવા રેલવે ટ્રેકની વચ્ચે જ સુઈ ગઈ હતી. આખી ટ્રેન તેની ઉપરથી પસાર થઈ ગઈ હતી. છતાં આ મહિલાને ઈજાનો એક ઘસરકો પણ લાગ્યો નહોતો. આ દિલધડક દ્રશ્યને ત્યા ઉભેલા લોકોએ મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધો હતો. ત્યારબાદ આ વીડિયો વાયરલ થયો હતો. આ ટ્રેક પર એક બાજુથી બીજી બાજુ જવા માટે બ્રિજ ન હોવાથી લોકોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. લોકો આ મહિલાનું ભાગ્ય જોઈ ચોંકી ઉઠ્યા હતાં.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.